[2022] ભારે અને અતિભારે વરસાદની આગાહી જુવો.

ગુજરાતમાં ચોમાસાની સમગ્ર સીઝનમાં 34 ઇંચ વરસાદ પડવાની સરેરાશ છે, જેની સરખામણીએ હાલ સુધીની સ્થિતિએ કુલ 14.52 ઈંચ, એટલે કે 42.72 ટકા વરસાદ વરસ્યો છે. અત્યારસુધીમાં રાજ્યમાં પડેલા કુલ 14.52 ઈંચ વરસાદમાંથી 7.67 ઈંચ, એટલે કે 47 ટકા જેટલો વરસાદ માત્ર 5 જ દિવસમાં વરસી ગયો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યમાં વરસાદી આફતમાં અત્યારસુધીમાં 31035 નાગરિકનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 14 લોકોનાં મોત થયાં છે.

વરસાદની  આગાહી
વરસાદ આગાહી

[2022] ભારે અને અતિભારે વરસાદની આગાહી જુવો.

પોસ્ટ નું નામ  વરસાદની આગાહી
વિભાગ  હવામાન 
વેબ નું નામ  https://examresultsindia.in/
પોસ્ટ ની તારીખ  13/07/2022

હવામાન ખાતા દ્વારા તા.1૩ થી 14 જુલાઈ ભારેથી અતિભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ) તથા તા. 13થી 15 ખુબજ ભારે વરસાદ (રેડ એલર્ટ)ની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની પલેપલ ની અપડેટ માટે મોસમ એપ ડાઉનલોડ કરો 

11 તારીખે સુરત, ડાંગ, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે અમરેલી ભાવનગર સુરત તાપીમાં ઓરેન્જ એલર્ટ.

12 તારીખે નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, સુરત, તાપી, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ

13 તારીખે નાં રોજ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે રાજકોટ, અમરેલી, બોટાદ, ભરૂચ, તાપી જિલ્લાના ઓરેન્જ એલર્ટ

14 તારીખે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જ્યારે પોરબંદર, જુનાગઢ, ભરૂચ, ભાવનગર, નર્મદા અને તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

આગળનાં 4 દિવસ સાવધાન: હવામાન વિભાગે પણ આપી ચેતવાની, અતિ ભારે વરસાદ આગાહી; જાણો જિલ્લા લિસ્ટ

વરસાદ લાઈવ,વરસાદ સમાચાર,વરસાદ ના નક્ષત્ર 2022,વરસાદ ની આગાહી 2022,વરસાદ ક્યારે આવશે,કાલે વરસાદ આવશે,ગુજરાતમાં વરસાદ ક્યારે આવશે,વરસાદ વરસવાથી પ્રકૃતિ પર તેની શી અસર થઈ?

મિત્ર છેલ્લે આગાહીમાં જણાવ્યું હતું તેવી જ રીતે વેધરના ચાર્ટ ખૂબ જ જબરદસ્ત છે જેમને કારણે આવનાર દિવસોમાં વરસાદના આંકડામાં મોટો વધારો થશે.

Gsf મોડેલ મુજબ નવી આગાહી શું છે? 14 જુલાઈએ દ્વારકાના દરિયામાં લો-પ્રેશર બનવાના એંધાણ જણાઈ રહ્યા છે. જેમને કારણે 13, 14, 15 અને 16 જુલાઈએ સમગ્ર રાજ્યમાં મેઘરાજા ફરીથી ડેમોને છલકાવશે. આ ચાર દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે, જોકે આવતીકાલથી વરસાદની એક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો થતો જશે

આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં ભારે આગાહી?
આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પશ્વિમ સૌરાષ્ટ્ર, પશ્વિમ કચ્છનાં જીલ્લામાં અતિ ભારે વરસાદ ની આગાહી છે. જ્યારે બીજા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

છેલ્લાં 24 કલાકમાં ગુજરાતનાં 30 જેટલા વિસ્તારોમાં 4 ઇંચ થી વધારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ 13 અને 14 તારીખે નોંધાશે એટલે એ દિવસોમાં સાવધાન રહેવું.

કચ્છ, સૌરાષ્ટ્ર, અમદાવાદમાં અતિભારે વરસાદની શક્યતા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ

ગુજરાતમાં 27 ડેમ પર હાઇ એલર્ટ

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે 27 ડેમ પર હાઈ એલર્ટ, એલર્ટ અને ચેતવણી સહિતના સિગ્નલો આપવામાં આવ્યા છે, 27 ડેમ પૈકી 18 ડેમમાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થતાં હાઈ એલર્ટ સિગ્નલ અપાયા છે, જ્યારે 8 ડેમમાં 80થી 90 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થતાં એલર્ટ અને 11 ડેમમાં 70થી 80 ટકા વચ્ચે જળસંગ્રહ થતાં વોર્નિંગ સિગ્નલ આપવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યના 169 ડેમમાં 70 ટકા કે તેથી ઓછું પાણી છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં પાણીની કોઈ ખાસ આવક થઈ નથી.

હવામાન વિભાગની પ્રેસ નોટ વાંચવા અહી ક્લિક કરો .

 

2 thoughts on “[2022] ભારે અને અતિભારે વરસાદની આગાહી જુવો.”

Leave a Comment