Gujarat Lok Sabha Election Result Live 2024

लोकसभा चुनाव परिणाम 2024: भारत निर्वाचन आयोग 7 चरणों में पूरे भारत में 18वीं लोकसभा चुनाव 2024 का आयोजन करेगा। अंतिम चरण का चुनाव 1 जून 2024 को पूरा होगा। चुनाव परिणाम घोषित होने की तिथि 4 जून 2024 है।

Gujarat Lok Sabha Election Result Live 2024

लोकसभा 2024 चुनाव के लिए सात चरणों में मतदान हुआ. 542 लोकसभा सीटों के लिए मतदान प्रक्रिया 1 जून को पूरी हो गई थी. पिछले ढाई महीने से चल रही चुनाव प्रक्रिया के बाद अब लोगों की नजरें नतीजों पर हैं. आज लोगों का ये इंतजार पूरा हो जाएगा. इस बार जहां बीजेपी तीसरी बार पूर्ण बहुमत के साथ सरकार बनाने को लेकर आश्वस्त है, वहीं कांग्रेस के नेतृत्व वाले विपक्षी भारतीय गठबंधन को एग्जिट पोल में विपरीत नतीजों की उम्मीद है. गुजरात की 26 में से 25 सीटों पर तीसरे चरण में 7 मई को वोटिंग हुई थी. गौरतलब है कि सूरत सीट पर बीजेपी उम्मीदवार मुकेश दलाल निर्विरोध जीत गए हैं. फिर 25 सीटों के नतीजे आज सबकी नजरों में होंगे.

Gujarat Lok Sabha Election Result Live
Gujarat Lok Sabha Election Result Live

Live Updates Gujarat [Credit :- Sandesh.com]

Jun 04, 2024 11:39 am

યુપીમાં કોંગ્રેસ 8 સીટો પર આગળ છે

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે જોરદાર વાપસી કરી છે. જ્યાં ગત ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર એક સીટ સુધી સીમિત રહી હતી. આ વખતે તે 8 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ જે સીટો પર આગળ છે તેમાં અમેઠી, રાયબરેલી, અલ્હાબાદ, ફતેહપુર સીકરી, સહારનપુર, બારાબંકી અને અમરોહાનો સમાવેશ થાય છે. આ સિવાય સમાજવાદી પાર્ટી 33 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ 36 બેઠકો પર આગળ છે.

Jun 04, 2024 11:38 am

ગુજરાતમાં ભાજપના 7 ઉમેદવારો અઢી લાખની લીડથી આગળ 

ગુજરાતની પેટા ચૂંટણીમાં ભાજપ તમામ બેઠક પર આગળ છે. જેમાં પોરબંદર પેટા ચૂંટણીમાં અર્જુન મોઢવાડિયાની જીત નક્કી છે. તથા વિજાપુરમાં ભાજપના સી.જે.ચાવડા આગળ છે. તેમજ સી.જે.ચાવડા અને અરવિંદ લાડાણી આગળ વધ્યા છે.

Jun 04, 2024 11:35 am

ગુજરાતમાં ભાજપના 7 ઉમેદવારો અઢી લાખની લીડથી આગળ

ગુજરાતમાં ભાજપના 7 ઉમેદવારો અઢી લાખની લીડથી આગળ છે. જેમાં ગાંધીનગરથી અમિત શાહ 5 લાખની લીડથી આગળ છે. તેમજ છોટાઉદેપુરથી જશુ રાઠવા 2.80 લાખની લીડથી આગળ છે. પોરબંદરથી મનસુખ માંડવિયા અઢી લાખની લીડથી આગળ તથા નવસારીથી સી.આર.પાટીલ 2.48 લાખ મતથી આગળ અને પંચમહાલથી રાજપાલસિંહ જાદવ 2.60 લાખની લીડથી આગળ છે. વડોદરાથી હેમાંગ જોશી અઢી લાખની લીડથી આગળ તથા રાજકોટથી પરશોત્તમ રૂપાલા અઢી લાખની લીડથી આગળ છે.

Jun 04, 2024 11:16 am

ગુજરાતના 2 કોંગ્રેસના ઉમેદવારોએ હાર સ્વીકારી 

ગુજરાતના 2 કોંગ્રેસના ઉમેદવારોએ હાર સ્વીકારી છે. જેમાં ગાંધીનગરથી કોંગ્રેસના સોનલ પટેલે હાર સ્વીકારી તેમજ નવસારીથી કોંગ્રેસના નૈષધ દેસાઈએ હાર સ્વીકારી છે.

Jun 04, 2024 11:12 am

શું ભાજપ એકલા હાથે બહુમતીનો આંકડો સ્પર્શી શકશે?

એકલી ભાજપ બહુમતીના આંકને સ્પર્શી શકશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. કારણ કે હાલમાં તે માત્ર 232 સીટો પર આગળ છે. બહુમતીનો આંકડો 272 છે. બીજી તરફ શેરબજારમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 3000 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. ખાસ વાત એ છે કે SBI, LIC અને HALની સાથે રેલવેના શેરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

Jun 04, 2024 11:11 am

રાહુલ ગાંધી 1 લાખ મતોથી આગળ છે

કેરળના વાયનાડમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 1 લાખ મતોથી આગળ છે.

Jun 04, 2024 10:59 am

કયો પક્ષ કેટલી બેઠકો પર આગળ?

ભાજપ 226 સીટો પર આગળ છે

કોંગ્રેસ 98 સીટો પર આગળ છે

સપા 34 સીટો પર આગળ

TMC 24 સીટો પર આગળ છે

ડીએમકે 19 સીટો પર આગળ છે

TDP 15 સીટો પર આગળ

જેડીયુ 13 સીટો પર આગળ છે

Jun 04, 2024 10:55 am

ગુજરાત ભાજપમાં કહી ખુશી કહી ગમ જોવો માહોલ 

ગુજરાત ભાજપમાં કહી ખુશી કહી ગમ જોવો માહોલ છે. જીતની શુભેચ્છા માટે કમલમમાં નેતાઓનો મેળાવડો છે. તેમજ પાટણ અને બનાસકાંઠામાં ભાજપને ભારે ઉચાટ છે. થોડીવારમાં CM અને પાટીલ કમલમ પહોંચશે. ગુજરાતમાં ભાજપ જીતની ઉજવણી કરશે નહીં.

Jun 04, 2024 10:52 am

ગુજરાતની સૌથી ચર્ચાસ્પદ બેઠક પર મતદારોએ ચોંકાવ્યા 

ગુજરાતની સૌથી ચર્ચાસ્પદ બેઠક પર મતદારોએ ચોંકાવ્યા છે. જેમાં બનાસકાંઠામાં ગેની ઠાકોર, રેખા ચૌધરી વચ્ચે કાંટે કી ટક્કર છે. તેમાં બનાસકાંઠાથી કોંગ્રેસના ગેનીબેન 5 હજાર મતથી પાછળ છે. તથા આણંદથી કોંગ્રેસના અમિત ચાવડા 30 હજાર મતથી પાછળ છે. સાબરકાંઠાથી કોંગ્રેસના તુષાર ચૌધરી પણ પાછળ છે.

Jun 04, 2024 10:48 am

વારાણસીથી પીએમ મોદી, કન્નૌજથી અખિલેશ યાદવ આગળ

વડાપ્રધાન મોદી વારાણસીથી 31 હજારથી વધુ મતોથી આગળ છે. જ્યારે કન્નૌજથી સપા પ્રમુખ અખિલેશ યાદવ 35 હજારથી વધુ મતોથી આગળ છે.

Jun 04, 2024 10:42 am

ગુજરાતમાં ભાજપના 5 ઉમેદવારો 1 લાખની લીડથી આગળ 

ગુજરાતમાં ભાજપના 5 ઉમેદવારો 1 લાખની લીડથી આગળ ચાલી રહ્યાં છે. જેમાં અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ 1.10 લાખ મતથી આગળ છે. ગાંધીનગરથી અમિત શાહ 3.60 લાખની લીડથી આગળ છે. તથા સી.આર પાટીલ, પરશોત્તમ રૂપાલાને જંગી લીડ મળી છે. તેમજ વલસાડના ધવલ પટેલ 1 લાખથી વધુની લીડથી આગળ છે.

Jun 04, 2024 10:32 am

પંચમહાલમાં રાજપાલસિંહ જાદવ જંગી લીડથી આગળ

પંચમહાલમાં રાજપાલસિંહ જાદવ જંગી લીડથી આગળ છે. જેમાં રાજપાલસિંહ જાદવ અઢી લાખ મતોથી આગળ છે. ગુજરાતમાં ભાજપના 10 ઉમેદવારો 1 લાખની લીડથી આગળ છે. તેમાં અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ 1.10 લાખ મતથી આગળ છે. તથા સી.આર પાટીલ, પરશોત્તમ રૂપાલાને જંગી લીડ મળી રહી છે.

Jun 04, 2024 10:30 am

યુપીમાં ભાજપને મોટું નુકસાન

ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટું નુકસાન થઈ રહ્યું છે. અહીં સપા અગ્રેસર છે. સ્મૃતિ ઈરાની પણ અમેઠીથી ચૂંટણી લડી રહ્યા છે. મેરઠથી પણ ભાજપ ચાલી રહી છે. એનડીએને 36 અને I.N.D.I.A ગઠબંધનને 45 બેઠકો મળી રહી છે.

Jun 04, 2024 10:29 am

ગુજરાતની પેટા ચૂંટણીમાં ભાજપ તમામ બેઠક પર આગળ

ગુજરાતની પેટા ચૂંટણીમાં ભાજપ તમામ બેઠક પર આગળ છે. તેમજ વિજાપુરમાં ભાજપના સી.જે.ચાવડા આગળ છે. તથા સી.જે.ચાવડા અને અરવિંદ લાડાણી આગળ વધ્યા છે.

Jun 04, 2024 10:26 am

કઈ સીટ પર કોણ આગળ અને કોણ પાછળ?

અમેઠીથી કોંગ્રેસના કિશોરી લાલ શર્મા આગળ ચાલી રહ્યા છે. તેમજ મીસા ભારતી પાટલીપુત્રથી 2329 વોટ આગળ છે.કટિહારથી જેડીયુના ઉમેદવાર 8240 વોટથી આગળ છે તથા લવલી આનંદ શિવહરથી 6119 મતોથી આગળ છે તેમજ ગૌતમ બુદ્ધ નગર લોકસભા સીટ પરથી મહેશ શર્મા આગળ છે તથા હિસારમાં 6579 બીજેપીના રણજીત સિંહ આગળ છે. સુલતાનપુરથી પાછળ મેનકા ગાંધી તથા કુરુક્ષેત્રમાં AAPના સુશીલ ગુપ્તા આગળ છે.

Jun 04, 2024 10:23 am

અમદાવાદ પશ્ચિમ બેઠકમાં મતગણતરી અટકી

અમદાવાદ પશ્ચિમ બેઠક પર ટેકનીકલ ખામી સર્જાતા હાલ મતગણતરી અટકી પડી છે

Jun 04, 2024 10:17 am

મનસુખ વસાવા ભાજપ 51458  મતથી આગળ 

ભરૂચમાં મનસુખ વસાવા ભાજપ 153031 તથા ચૈતર વસાવા આપ  101573 પર છે. તેમજ મનસુખ વસાવા ભાજપ 51458  મતથી આગળ છે.

Jun 04, 2024 10:12 am

પાટણથી કોંગ્રેસના ચંદનજી ઠાકોર 10 હજાર મતથી આગળ

ગુજરાતમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોરે બાજી મારી રહ્યા છે. જેમાં પાટણથી કોંગ્રેસના ચંદનજી ઠાકોર 10 હજાર મતથી આગળ છે. ભાજપના ભરતસિંહ ડાભીના ખેમામાં નિરાશા છે. સાબરકાંઠામાં કોંગ્રેસના તુષાર ચૌધરી પાછળ છે. તથા બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર પાછળ તથા જામનગરથી ભાજપના પુનમ માડમ પણ આગળ છે. પુનમ માડમ 1 લાખની લીડથી આગળ છે. ગાંધીનગરથી અમિત શાહ 2.68 લાખ મતથી આગળ છે.

Jun 04, 2024 10:07 am

ગાંધીનગર બેઠક પરથી અમિતશાહ 2 લાખથી વધુની લીડ પાર

લોકસભા ચૂંટણી 2024ને લઈને મતગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગરથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે હાલ 9 વાગ્યા સુધીમાં 2 રાઉન્ડની મતગણતરી થઈ ગઈ છે. આ બેઠક પર 2 રાઉન્ડના અંતમાં અમિત શાહ 2 લાખથી વધુની લીડ મેળવી ચૂકયા છે.

9.27 AM

ભાજપનું ટેન્શન વધ્યું ગુજરાત 

શરુઆતી વલણોમાં ગુજરાતની ચાર બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો આગળા હોવાથી ભાજપનું ટેન્શન વધી ગયું છે. આણંદથી ભાજપના મિતેશ પટેલ 772 મતથી આગળ, સાબરકાંઠામાં શોભનાબેન 918 મતથી આગળ ચાલી રહ્યા છે.

Gujarat Lok Sabha Election Result Live
Gujarat Lok Sabha Election Result Live

 

लोकसभा चुनाव परिणाम 2024

भारत के चुनाव आयोग द्वारा विभिन्न चरणों में लोकसभा चुनाव आयोजित किए जाते हैं। चरण 1 19 अप्रैल 2024 को, चरण 2 26 अप्रैल 2024 को, चरण 3 07 मई 2024 को, चरण 4 13 मई 2024 को, चरण 5 20 मई 2024 को, चरण 6 25 मई 2024 को, चरण 7 1 जून 2024 को।

आम चुनाव 2024

भारत के चुनाव आयोग (ईसीआई) ने लोकसभा चुनाव 2024 की मतगणना से एक दिन पहले आज, 3 जून को दोपहर 12.30 बजे एक प्रेस कॉन्फ्रेंस बुलाई है। भारत के चुनावी इतिहास में यह शायद पहली बार होगा जब चुनाव आयोग ने चुनाव के समापन पर प्रेस कॉन्फ्रेंस बुलाई हो।

New Symbol Exam Results indiaOfficial वेबसाइट पर परिणाम देखें Click Here

 

Leave a Comment